ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો, સુરત મહિલા કોંગ્રેસનું જિલ્લા કલેક્ટરને આવેદન - ગેસ સિલિન્ડરના ભાવ વધારા
સુરતઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે દેખાવ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ હાથમાં પ્લે-કાર્ડ લઈ મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ગેસ સિલિન્ડર ના ભાવમાં થયેલ વધારો પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી. આમ, મોંઘવારીમાં પીસાતા લોકોનો અવાજ બની શહેર મહિલા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.