સુરત લુમ્સના કારીગરો પગાર વધારાની માગ સાથે બન્યા બેફામ, અન્ય કારીગરોને પણ ધમકાવ્યા - અંજની ઇન્ડસ્ટ્રીઝ વરાછા
સુરત: વરાછા વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝના કારીગરોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા માર માર્યો હતો. છેલ્લા 15 દિવસથી લસકાનામાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીને પણ બંધ કરાવવામાં આવી છે. પગારમાં વધારો કરવાની માગ સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અન્ય કારીગરોને કામે આવવા પર ધમકાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુરતના અમરોલી વિસ્તારમાં વિસ્તારમાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સના બે કારીગરોને માર મારવામાં આવ્યો હતો.