સુરતના ઉધોગપતિ ગોવિંદ ધોળકિયાને લીવર ટ્રાન્સફર ઓપરેશન બાદ ડિસ્ચાર્જ કરાયા - લિવરનું ટ્રાન્સપ્લાન્ટ
સુરત : ઉધોગપતિ ગોવિંદ ધોળકિયાનું લીવર ટ્રાન્સફર સફળ ઓપરેશન બાદ આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ ઝડપી રિકવરીનો પ્રથમ કેસ છે. માત્ર નવ દિવસમાં સારી રિકવરી જોવા મળી છે. કિરણ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરમાં 11 કરોડ રૂપિયા દાન કર્યું છે. ગોવિંદભાઈને વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ગોવિંદ ધોળકિયા દ્વારા કિરણ હોસ્પિટલ ના તમામ 1500 કર્મચારીઓ ને 2- 2 હજાર રૂપિયા ભેટ આપ્યા સાથે હોસ્પિટલના વિકાસ કાર્ય માટે તેઓએ 1 કરોડ રૂપિયા દાન આપ્યું છે. 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો.રવિ મોહન્કાએ તેમનું ઓપરેશન કર્યું હતું.