નરેન્દ્ર મોદી અને અમિત શાહે સુરતની ઘટના વિશે શું કહ્યું, જુઓ વીડિયો - reaction
સુરત: કેનવાસમાં અનેરા રંગો ઉમેરી પોતાનું સ્વપ્ન સાકાર કરવા આવેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે જીવન અંધકારમય બની ગયું છે. વાત થઈ રહી છે સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડની જ્યાં તંત્રની બેદરકારીના પાપે 22 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહે સુરતની ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી આપીને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
Last Updated : May 27, 2019, 3:20 PM IST