"મહા" વાવાઝોડાનો સામનો કરવા સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ - maha cyclone effects on gujarat
સુરત: "મહા" વાવાઝોડાનો સામનો કરવા સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. "મહા" વાવાઝોડાને પગલે ઓલપાડ તાલુકાનાં 30, મજુરા તાલુકાનાં 4 અને ચોર્યાસી તાલુકાનાં 6 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકામાં 2 એન.ડી.આર.એફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. જેમા પુણેથી વિશેષ 5 બટાલિયન ઓલપાડ ખાતે પહોંચી ચુકી છે. હાલ 'મહા' વાવાઝોડુ વેરાવળથી 680 કિલોમીટર દૂર છે. પરંતુ, આ એન.ડી.આર.એફની ટીમો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ ગઈ છે.