સુરત કોંગ્રેસે યુપીના સીએમ યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યું, પોલીસે કરી અટકાયત - સુરત કોંગ્રેસનો વિરોધ
સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યુપીમાં અટકાયત થતાની સાથે જ સમગ્ર દેશમાં યોગી આદિત્યનાથનો વિરોધ થઈ રહ્યો છે. જે અંતર્ગત સુરત કોંગ્રેસે પણ સૂત્રોચ્ચાર સાથે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેથી પોલીસે 15 કોંગી કાર્યકર્તાની અટકાયત કરી છે.