રાજકોટ: ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્રની જમાતને સહાય - Dhoraji News
રાજકોટ: શહેરનાં એમ.એમ. સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્રની 31 જમાતને 1,32,95,000 સહાય અપાઈ હતી. ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન હેઠળ સૌરાષ્ટ્રની 120 જેટલી મેમણ જમાતનું અધિવેશન યોજાયું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરાયું હતું, જે બાદ ધોરાજી તથા આજુબાજુ વિસ્તારોમાં વસતાં લઘુમતિ સમાજ તમામ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા તથા સાંસદ રમેશ ધડુક તથા આમંત્રિતો મહેમાનો તથા લઘુમતી સમાજના તેજસ્વી તારલાઓ પરીવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી મેમણ જમાતનો હોદ્દેદારોએ ભારે જહેમત ઊઠાવી હતી