બોટાદ નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું - suport rally of nrc and caa in botad
બોટાદઃ નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં રેલીનું આયોજન થયુ હતું. જેમાં ગુજરાતના કેબિનેટ પ્રધાન વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતાં. રેલી બોટાદના મસ્તરામ મંદિરેથી નીકળી શહેરના માર્ગો પર ફરી કલેકટર કચેરીએ પૂરી થઇ હતી. રેલી પૂર્વે વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, લોકો આ કાર્યમાં જોડાવા માટે સ્વયંભૂ થનગની રહ્યા છે. આ કાયદો ભારતના વસતા તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલવાવાળ કાયદો છે અને એના માટે થઈ સમર્થનમાં લોકો નીકળ્યા છે. રેલી બાદ આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યુ હતું.
Last Updated : Dec 25, 2019, 10:55 AM IST