છોટાઉદેપુર જિલ્લાના સુખીડેમ છ વર્ષ પછી છલકાઈ - ડેમ ભરાયો
છોટાઉદેપુરઃ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેથી સુખીડેમ છલોછલ થયો છે. પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમ ના છ દરવાજા 15 સેન્ટિમીટર ખોલાયા છે. તેમ છતાં પાણી ની સતત આવક વધતા હવે 30 સેન્ટિમીટર ખોલાયા છે. સુખી ડેમ છ વર્ષ પછી ભરાયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.