જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ - latestjamnagar
જામનગર: શહેરમાં રાજેશ શ્યામલાલ નાગપાલ નામના યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ પોલીસે કબજે કરી છે. તેમાં લખ્યું છે કે, અમુક લોકો મને ત્રાસ આપે છે અને મારી પાસેથી કોરા ચેકો પડાવી લીધા છે. મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપે છે. આવા વ્યાજખોરો સામે મારા પરિવારને રક્ષણ મળે તેનું ધ્યાન પોલીસ રાખે.