પોરબંદરમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયુ - ગુજરાત ફોરેસ્ટ વિભાગ
પોરબંદરઃ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર વાડી અને બરડા ડુંગરની પ્રકૃતિની ગોદમાં રહેલો છે. જેમાં અનેક પશુ-પક્ષીઓ સહિત રાષ્ટ્રીય પક્ષી મોર પણ રહે છે. પોરબંદરના કાટવાણા ગામે એક વાડીમાં આવેલા સો ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયો હતો. જેનો જીવ બચાવવા માટે વાડી માલિકે અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. અંતે તેઓએ પક્ષી અભ્યારણ ખાતે વનરક્ષક આર. બી. મોઢવાડિયાને ફોન કર્યો હતો. જેના પગલે ગ્રીન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સો ફૂટ ઊંડા કૂવામાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.