વકીલોને આત્મનિર્ભર ભારત યોજના હેઠળ 5 લાખ સુધીની લોન આપવામાં આવે: દ્વારકા બાર એસોસિએશન
દેવભૂમિ દ્વારકા: ગુજરાતમાં કોરોના વાઇરસ અને લોકડાઉનને કારણે તમામ પ્રકારના ધંધા રોજગારો પડી ભાંગ્યા છે. જેથી આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત વકીલનો વ્યવસાય કરતા લોકો માટે દ્વારકા બાર એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વકીલોને આત્મનિર્ભર ભારત યોજના હેઠળ 5 લાખ સુધીની પર્સનલ લોન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.