વિદ્યાર્થીઓએ 15 કિલો ગલગોટા અને આસોપાલવથી તૈયાર કરી ઇકો ફ્રેન્ડલી રંગોળી... - તોૂાેૂુહરોીોૂગલાૈે
સુરત :સૌ કોઈ લોકો દિવાળીના તહેવારની ઉજવણી કરવા આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા છે. ત્યારે સુરતની કોલેજોમાં પ્રિ દિવાળી અને ન્યુ યરનું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ સ્ટર્સ કોલેજમાં યંગ સ્ટર્સ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસનો પરિધાન કરી દિવાળી અને ન્યુ યરની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ 15 કિલોથી વધુ ગુલાબના ફૂલ, ગલગોટા અને આસોપાલવના પાંદડામાંથી અનોખી રંગોળી બનાવી હતી. બે દિવસ બાદ કોલેજોમાં પણ વેકેશનનો માહોલ જોવા મળશે.