સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર બહાર વિદ્યાર્થીઓના ધરણાં - Chancellor's Chamber at Saurashtra University
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. જેમાં PHDના વિદ્યાર્થીઓએ કુલપતિની ચેમ્બર બહાર ધરણાં પર બેસીને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ગુજરાતી સાહિત્ય ભવનમાં ગાઈડ હોવા છતાં તેમને ગાઈડ ફળવાયા નથી. વિદ્યાર્થીઓને PHD પૂર્ણ કરવું હોય પરંતુ તેમને ગાઈડ ફાળવામાં આવ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કુલપતિની ચેમ્બર બહાર જ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો.