અંકલેશ્વરની કડકીયા કૉલેજના વિદ્યાર્થીઓ પર ફી ભરવા દબાણ કરાયું - કડકીયા કૉલેજ
ભરૂચ: કોરોના મહામારી વચ્ચે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે વેપાર-રોજગાર મંદ પડ્યા છે. જેથી સરકારે શાળા અને કૉલેજોને વિદ્યાર્થીઓ પર ફી ભરવાનું દબાણ નહીં કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં અંકલેશ્વરની શ્રીમતી કુસુમબહેન કડકીયા આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ દ્વારા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂપિયા 10,000ની માગ કરી છે. જેથી ભરૂચિજીલ્લા NSUIએ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં તેમણે વિદ્યાર્થીઓની ફી માફ કરવા માગ કરી હતી.