ભાવનગરમાં બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના ધરણા, જાણો શું છે કારણ... - ભાવનગર ન્યૂઝ
ભાવનગરઃ શહેરમાં યુનિવર્સીટી પાસે આવેલા બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ શિયાળામાં ગરમ પાણી માટે રજૂઆત કરી હતી. ત્યારે સંચાલકે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. જેથી રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓએ સમાજકલ્યાણ વિભાગની કચેરી બહાર ધરણા કર્યા હતાં. સાથે જ સંચાલક પાસે માફી મગાવવાની માગ કરી હતી. વિદ્યાર્થીઓના વિરોધના પગલે અધિકારીએ બચાવ કર્યો હતો કે, "બહારના પીજીના સ્ટુડન્ટ તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, બાકી કોઈ પ્રશ્ન નથી. ગરમ પાણીનો પ્રશ્ન પણ બે દિવસમાં પૂર્ણ થઈ જશે." હાલ, સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને હાલ છાત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.