વાપીના દમણગંગા નદીમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો - વાપી ન્યૂઝ
વાપીઃ શનિવારે દમણગંગા નદીમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઇ છે. મૃતક વિદ્યાર્થીનું નામ મનીષ સિંગ અરવિંદ સિંગ હોવાનું અને વાપીની ફેલોશીપ મિશન સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાની વિગતો તેના આઈકાર્ડ પરથી જાણવા મળી છે. આ સમગ્ર મામલે ડુંગરા પોલીસે મૃતક વિદ્યાર્થીના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો છે. તેમજ વિદ્યાર્થીનું મૃત્યુ નદીમાં ડૂબી જવાથી થયું છે કે કેમ? વિદ્યાર્થી અહીં નદીકાઠે શા માટે આવ્યો હતો, તે સહિતની આગળની તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીના માતા-પિતાને પણ આ અંગે જાણ થતા પરિવારમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો.