રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 6 દિવસથી હડતાળ, સત્તાધીશો દ્વારા વેપારીઓ સાથે બેઠક - Meeting with traders by the authorities
રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 6 દિવસથી હડતાળ છે. તેમજ હડતાળનો 7મો દિવસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા ફરી વેપારીઓ સાથે બેઠક યોજી હતી. પરંતુ બેઠકમાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યા નથી. વેપારી એસોસિએશન હજુ પણ પોતાના પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવાની માંગ સાથે અડગ છે. જ્યારે બીજી તરફ રાજકોટ બેડી યાર્ડમાં રોજબરોજના અંદાજીત રૂપિયા 8થી 10 કરોડનો વ્યવહાર ખોરવાયો છે. યાર્ડ ખાતે જણસી વહેંચાણ માટે આવતા ખેડૂતો પણ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બેઠકમાં પણ કોઈ નક્કર પરિણામ ન આવતા હજુ પણ યાર્ડની હડતાળ લંબાવવાની શકયતાઓ છે.