અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાતે પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો
વિશ્વભરમાં નવા વર્ષને વેલકમ કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાના કારણે ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 31stને લઇને પોલીસ સતર્ક છે. પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હોટલો તેમજ ફાર્મ હાઉસ પર સતત વૉચ રાખવામાં આવી હતી. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે. ગુજરાતના તમામ જિલ્લામાં સઘન પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પ્રવેશવાના 20 પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદમાં 7 DCP, 14 ACP, 50 PIનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.