ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને પગલે અરવલ્લીમાં PUC સેન્ટરો પર લાંબી કતારો - UPC centers
મોડાસાઃ રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નિયમોની કડક અમલવારી થવાથી અરવલ્લી જિલ્લા તેમજ મોડાસામાં PUC સેન્ટરો પર લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકોને દંડ ન થાય તેના માટે અગમચેતી રાખી PUC સર્ટિફિકેટ મેળવી રહ્યા છે. સીટી વિસ્તાર સિવાય નગરો અને ગામડાઓમાં વાહન ટ્રાન્સફર અથવા પાસિંગ વખતે PUC ની જરૂર પડતી હતી ,પરતું હવે નિયમિત PUC સર્ટિફિકેટ ફરજીયાત મેળવવું પડશે.