અમદાવાદના શાહપુરમાં ગેરકાયદેસર રીતે વહેંચી રહેલા પક્ષીઓને કબ્જે કર્યા
અમદાવાદ: શાહપુર વિસ્તારમાં વનવિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે પક્ષીઓ વેચતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. રેટીયાવાડી પાસે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે વનવિભાગે દરોડાની કામગીરી કરી હતી. જે દરોડામાં વનવિભાગે મોટી સંખ્યામાં પોપટ કબ્જે કર્યા છે. જોકે વનવિભાગ શાહપુરની અન્ય જગ્યાઓ પર પણ સર્ચ કર્યું હતું. પરંતુ વનવિભાગ ત્રાટક્યું હોવાની માહિતી મળી જતા મોટા ભાગના અન્ય પક્ષીઓને સગેવગે કરી નાખ્યા હતાં.