Stories Of Sardar Patel: જાણો 'કરમસદના કર્મયોગી' સરદાર પટેલની વિશેષ વાતો ડો નિર્મલદાન ગઢવીના મુખે - સરદારને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન
દેશના નકશાને આકાર આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદ ગામ (Stories Of Sardar Patel) આણંદ જિલ્લામાં આવેલું છે, જ્યાં તેમનું પૈતૃક ઘરને આજે પણ સાચવીને રાખવામાં આવ્યું છે, સરદારે દેશ માટે કરેલ કાર્યોનું શાક્ષી પૂરતી તેમની પ્રતિમા આજે વિશ્વમાં શૌથી વધુ ઉંચાઈ ધરાવતી બની છે, ત્યારે તેના પર વિશ્વમાં આજે સરદાર પટેલની આગવી ઓળખ ઉભી થઇ છે, સરદારને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન પણ મરણોત્તર એનાયત કરવામાં આવ્યું છે, એકતાના પ્રણેતા અને પ્રખર નેતૃત્વના ગુણ ધરાવતા સરદાર પટેલે દેશની આઝાદી માટે ઝૂલમી અંગ્રેજ સરકાર સામે કરેલા અનેક આંદોલનો અને તેમના નેતૃત્વના ગુણ અંગે વિસ્તૃત માહિતી આપતા ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર નિર્મલદાન ગઢવી (Dr. Nirmaldan Gadhvi) એ etv ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.