અમદાવાદના શાહપુરમાં પોલીસ પર અસામાજિક તત્વોનો પથ્થરમારો - પોલીસ પર પથ્થરમારો
અમદાવાદઃ શહેરના શાહપુર વિસ્તારમાં રંગીલા ચોકી પાસે લોકડાઉનનું પાલન કરાવી રહેલી પોલીસ પર કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન શાહપુર પોલીસ સ્ટેશનના PI અમીન ઘાયલ થયા હતા. જે બાદ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ RAF, SRP, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો. હાલ પોલીસે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડી મામલો થાળે પડયો છે.
Last Updated : May 8, 2020, 8:44 PM IST