ત્રણ કરોડ LED લાઈટ્સના શણગારથી સ્ટેચ્યૂ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું - સ્ટેચ્યૂ રોડ અને ગ્લો ગાર્ડન
નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇને કેવડિયા એકતા નગરી ખાતે 35થી 40 કરોડના ખર્ચે ત્રણ કરોડ LED લાઈટનો શણગાર કરી સ્ટેચ્યૂ રોડ અને ગ્લો ગાર્ડનને ઝગમગાવી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ આ લાઈટિંગને કાયમી જોઈ શકે, તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યા છે. આ સમયે તે એકતા નગરી ગ્લોવ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકશે.