સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલરીમાં પાણી ભરાયું, રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ - Narendra Modi
કેવડિયા કોલોનીઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને નર્મદના નાંદોદ અને કેવડિયા પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આ વરસાદની સીધી અસર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર થઈ રહી છે. જેમાં હકીકત એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુ બાજુમાં જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે, ત્યારે 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વ્યુઇંગ ગેલેરીમાં વાછંટને કારણે પાણી અંદરના ભાગે પડે છે. જેનાથી વ્યુઇંગ ગેલેરીમાં વધુ માત્રામાં પાણી ભરાય છે. આ સ્ટેચ્યુ બનાવનાર L & T કંપની કદાચ એ ભૂલી ગઈ કે આ ગેલેરીના વાંછટનું પાણીનો નિકાલ ક્યાં કરવો! પણ પરિસ્થિતિ એવી ઉભી થઇ કે વરસાદનું પાણી વ્યુઇંગ ગેલેરીમાં વધતું ગયું અને પાણી નીચે ગેલેરી સુધી ટપકવા લાગ્યું. જો કે પ્રવાસીઓ માટે બનાવેલ મુખ્ય ગેલેરી સંપૂર્ણ એસી હોય જો ઉપરથી ટપકતા પાણીને લઈને કોઈ મોટી દુર્ઘટના બની તો કોણ જવાબદાર માટે આ પાણીનો નિકાલ માટે જરૂર કોઈ ચોકકસ નિકાલ કરવો રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, 157 મીટર ઉંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાની આગળ અને પાછળ બંને બાજુ ખુલી છે. જો બંને બાજુએથી પાણી ભરાતા સ્ટેચ્યુના અંદરનો ભાગ ડેમેજ કરે એ વાત ચોક્કસ છે. પરંતુ જો બહારના ભાગે હવા પાણી અને મૌસમની તકેદારી રાખી હોય તો અંદરના ભાગેથી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા રક્ષણ વગર કેમ રહી એ પણ જાણવું જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલરીમાં પાણી ભરાવાને લઇને રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે.
Last Updated : Jun 29, 2019, 7:35 PM IST