સ્ટેચ્યુ ઓફ યુનિટી: જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો - હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
અમદાવાદઃ ગુજરાતની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસન સ્થળ વિકસાવવાના રાજ્ય સરકારના નિર્ણયને અનુલક્ષીને કરવામાં આવેલા જમીન સંપાદનથી નાખુશ ખેડૂતોએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજી મુદ્દે મંગળવારે બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ થતાં ચીફ જસ્ટીસ વિક્રમનાથની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે અગામી દિવસોમાં હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે.