સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરીથી હેલીકોપ્ટર સુવિધા શરૂ કરાઇ - NMD
નર્મદાઃ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે હેલીકોપ્ટર સેવા ડિસેમ્બરમાં શરૂ થઇ ત્યારથી સતત ચાલુ રહી હતી. આ સુવિધા છેલ્લા 4 મહિનાથી કોઈ કારણો સર બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી હતી. આ બાબતને Etv Bharat દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી, ત્યારે સરકાર પણ જાણે નિંદ્રામાંથી જાગી હોઈ તેમ આ સુવિધા ફરી ધમધમતી થઇ ગઈ છે.