હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદા પર ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રતિક્રિયા - Gujarati News
ગાંધીનગરઃ ભાજપના રાજ્યકક્ષાના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની જાહેરમાં હત્યા થઈ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીઓને સખત સજા પણ ફટકારવામાં આવી હતી, પરંતુ આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને દોષીત જાહેર કર્યા છે. જેમાં ભાજપ પક્ષના પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન કર્યું હતું કે, હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને આવકારવામાં આવે છે.