ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડીસા ખાતે રાજ્યકક્ષાની દોરડા કૂદ સ્પર્ધા યોજાઇ, જુઓ વીડિયો - દોરડા કૂદ સ્પર્ધા યોજાઇ

By

Published : Jan 2, 2020, 1:17 PM IST

ડીસા: બનાસકાંઠાના ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભાઈઓ અને બહેનોને સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાની દોરડા કૂદ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અલગ-અલગ જિલ્લામાંથી રમતવીરોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ભણતરની સાથે-સાથે રમત ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ શાળાઓ દ્વારા રમત ગમતનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથ અલગ-અલગ રમતો વિશે જાણતા થાય તે હેતુંથી ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે રાજ્યકક્ષાની દોરડા કૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી છ જિલ્લાની ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા સવારથી શરૂ થઇ હતી અને સાંજ સુધી ચાલી હતી. જેમાં 85થી વધુ રમતવીરોએ દોરડા કૂદ સ્પર્ધામાં ભાગ લઇ પોતાના અંદર રહેલું કૌશલ્ય બતાવ્યું હતું. જેમાંથી બહેનોની ટીમમાંથી જામનગરની ટીમ વિજેતા બની હતી. જ્યારે ભાઈઓની ટીમમાંથી સાબરકાંઠાની ટીમ વિજેતા બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિતેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે અમરતભાઈ દવે, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ચેતનભાઈ ત્રિવેદી, રમેશ દેલવાડીયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ રમતવીરોને રાજ્યકક્ષાની ટીશર્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details