રાજ્ય સરકારના આદેશ બાદ ભાવનગરમાં મોલ અને શાળા-કોલેજો બંધ રહેશે - latestgujaratinews
ભાવનગર: કોરોના વાયરસને પગલે રાજ્ય સરકારે શાળા-કોલેજો અને મોલ બંધ કરવાના આદેશ કર્યા છે. ત્યારે ભાવનગરમાં પણ શાળા કોલેજોમાં રજાઓ રહેશે અને મોલ બંધ રહેશે. ભાવનગરમાં રાજ્ય સરકારના આદેશ બાદ કોરોનાને પગલે શહેરની શાળા કોલેજોમાં રજા જાહેર થઈ ચૂકી છે. ભાવનગરમાં આજે સરકારની જાહેરાત બાદ પણ મોલ શરૂ હતા તો યુનિવર્સીટીએ 16 માર્ચથી શરૂ થનારી પરીક્ષાઓ રદ કરી છે. ભાવનગરમાં આવતીકાલથી તંત્ર દ્વારા વધુ લોકો એક સ્થળ પર એકત્રિતના થાય તે માટે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. મોલ બંધ રહેવાથી નાના દુકાનદારોની બોલબાલા વધી જવાની છે.