ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020નો પ્રારંભ કરાયો - Chief Minister Vijay Rupani
ગાંધીનગર: પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા આજે સતત બીજા વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પાટીદાર બિઝનેસ સમિટનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કૌશિક પટેલ અને પાટીદાર સમાજના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે સમિટમાં કુલ 1000થી વધુ એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે.