સાવધાન જામનગરઃ આજથી ઇ-મેમો ચલણની કાર્યવાહી શરૂ - જામનગર નયૂઝ
જામનગરઃ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા પ્રોજેક્ટ નેત્રમ હેઠળ CCTV કેમેરાનું સંપૂર્ણ પણે ઇન્સ્ટોલેશન કરી દેવામાં આવ્યું છે. જેથી જામનગર પોલીસ વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ આજથી ઇ-મેમો ચલણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હવે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પ્રજાને પોલીસ વિભાગ દ્વારા મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યું છે. જામનગરવાસીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે અને પોલીસને કામગીરીમાં સહયોગ આપે તેવી જિલ્લા પોલીસવડા દ્વારા અપીલ કરવામાં આવી છે.
Last Updated : Feb 15, 2020, 12:42 PM IST