લોકડાઉન-4 માં વેપાર-ધંધા, ST સેવાઓ શરુ થતાં જનજીવન સામાન્ય બન્યું - મહીસાગરમાં કોરોનાના 83 કેસ
મહીસાગર : જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 83 કેસ નોંધાયા છે. લોકડાઉન 4 અંતર્ગત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેટલીક છુટછાટ મળતાં બજારો ખુલ્યાં છે. વેપાર ધંધા, ઉદ્યોગ અને બસની સેવાઓ શરૂ થઈ છે. ખાનગી વાહનો પણ શરુ થયાં છે. લાંબા સમય બાદ જિલ્લામાં બજારો, નાના મોટા વ્યવસાયો અને દુકાનો ખુલતાં જનજીવન સામાન્ય બન્યું છે. આવશ્યક ચીજ વસ્તુઓ માટે સવારે 8 થી 4 વાગ્યા સુધી બજારો ખોલવા મંજૂરી આપતાં લોકોની અવરજવર અને ભીડ વધી છે.
Last Updated : May 24, 2020, 2:56 PM IST