જામનગર: કંડક્ટરને અપશબ્દો કહેવા મામલે ન્યાયની માગ કરતું ST મજદૂર સંઘ - latestgujaratinews
જામનગર શહેરમાં રસ્તેથી પસાર થઈ રહેલી એસ.ટી બસના ચાલકે હોર્ન મારતા એક્ટિવા ચાલક મહિલા બસમાં ચઢી ગઈ હતી અને ડ્રાઇવરને બિભત્સ ગાળો આપી હતી. ST બસના કંડકટરને એક્ટિવા ચાલક મહિલાએ બિભત્સ ગાળો આપતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આજે ST નિગમ મજદુર સંઘ દ્વારા જામનગર ST વિભાગના વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી સમગ્ર બાબતે ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.