દાહોદમાં એસટી કર્મચારીઓ અટવાયા, બસમાં જ રોકાણ કરવાની ફરજ પડી - dahod latest news
દાહોદઃ કોરોના વાઇરસની લડાઈ સામે જનતા કરફ્યૂ લાગતા ગુજરાત એસટીની તમામ બસોને નજીકના ડેપોમાં રોકી દેવામાં આવી છે. જેથી ફરજ બજાવતા તમામ કંડકટર અને ડ્રાઇવરોને બસ સાથે રોકાણ કરવાની ફરજ પડી હતી. એક દિવસનો જનતા કરફ્યૂ પૂર્ણ થાય તે પહેલાં જ સરકારે 25મી માર્ચ સુધી તમામ એસટી બસોને જે તે અવસ્થામાં સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે એસટી કર્મચારીઓ ભોજન વિના અટવાય પડ્યા છે. ત્યારે શહેરમાં પણ એસટી કર્મચારીઓ બસ સ્ટેશનમાં અટવાયેલા જોવા મળ્યા હતા. ફરજ પરના આ કર્મચારીઓએ સરકાર પાસે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો તેમને તેમના વતનમાં જવાની વ્યવસ્થા કરવામાં આવી એવી માંગ કરી રહ્યા છે.