ગોધરાઃ નમસ્તે ટ્રમ્પમાંથી પરત આવતા SRP જવાનની બસને નડ્યો અકસ્માત, 11 જવાનો ઘાયલ - SRP
પંચમહાલ: જિલ્લાના ગોધરાના ટીમ્બા ગામ પાસે SRP ગ્રુપ 5ની બસનો અકસ્માત નડ્યો છે. ગોધરા SRP ગ્રુપ 5ના જવાનો અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તની ફરજ પૂર્ણ કરી ગોધરા પરત ફરી રહ્યાં હતાં. જે દરમિયાન મોડી સોમવાર મોડી રાત્રે પોલીસ વાનમાં યાંત્રિક ખામી સર્જાતા પોલીસ વાન પલટી હતી. જેમાં સવાર 11 પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને 2 જવાનોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવ્યાં છે. બાકીના જવાનોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
Last Updated : Feb 25, 2020, 11:09 AM IST