અમદાવાદ- મંદિર પરિસર અને મંદિર બહાર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત - રથયાત્રા
અમદાવાદઃ જગન્નાથ મંદિર પરિસરમાં રથયાત્રા યોજાવવાથી રથ મંદિરમાં જ રખવામાં આવ્યા છે. મંદિરમાં ભક્તો માટે ભગવાનના દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે મંદિર પરિસરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલોસ, ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. , એસ.આર.પી. તથા આર.એ.એફ.ની ટીમ પણ તૈનાત કારી દેવામાં આવી છે. હાલ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવતા વ્યવસ્થા તથા સુરક્ષા માટે પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે. તો બીજી બાજુ ભક્તોમાં રથયાત્રા નીકળી નહીં હોવાના દુઃખ સાથે ભગવાનના દર્શનનો લાભ લેવાની ખેવના અને આનંદ જોવા મળી રહ્યો છે.