'કોરોનાના કારણે': અંકલેશ્વરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર બંધ કરાયા - કોરોના વાયરસનો ખતરો
અંકલેશ્વરઃ કોરોના વાયરસના કારણે સંભવિત જોખમને ટાળવા અંકલેશ્વર GIDCમાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર બંધ રાખવાનો સંચાલકો દ્વારા નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ કોરોનાથી રક્ષણ મળે તે માટે અંકલેશ્વર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા 29 માર્ચ સુધી તમામ રમતો અને સ્પર્ધાઓ બંધ રખાશે.