સુરતઃ કોરોના સંક્રમણને કારણે માંગરોળ ગામમાં 12 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન - કોરોના
સુરત: સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે કોરોના દર્દીઓની સંખ્યામાં ભારત દેશ વિશ્વમાં બીજા સ્થાને આવી ગયો છે. ભલે દેશમાં અનલોક ચાલી રહ્યું છે, પરંતુ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા સુરતનું માંગરોળ ગામમાં 12 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજથી આવનારા 12 દિવસો સુધી માંગરોળ ગામમાં સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવામાં આવશે. માત્ર સવારે 7થી 11 કલાક સુધી આવશ્યક ચીજવસ્તુઓ સેવા માટે માંગરોળ બજાર ખુલ્લું રહેશે ત્યારબાદ બજાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ સાથે માંગરોળમાં આવેલી ઐતિહાસિક મોટામિયા માંગરોળ મસ્જિદને પણ મુસ્લિમ આગેવાનો દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.