ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવેલા વિશા યંત્રની ખાસ વિશેષતા... - Shaktipeeth Ambaji Temple

By

Published : Oct 22, 2020, 3:51 PM IST

ભરૂચઃ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરમાં મોટા અંબાજી મંદિરની જેમ વિશા યંત્ર બનાવવામાં આવ્યું છે અને આ વિશા યંત્રમાંથી કોઈ પણ ઋતુમાં પાણી ઓછું થતું નથી. યંત્રમાંથી પાણી બહાર કાઢવામાં આવે તો પણ ફરીથી યંત્રમાં પાણી આવી જાય છે. મંદિરના મહંતનું કહેવું છે કે, આ પાણી ક્યાંથી આવે છે એનો કોઈને ખ્યાલ નથી. 75 વર્ષ પૂર્વે માતાજીની આ પ્રતિમાની પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી, ત્યારથી આ પ્રકારે પાણીની અવિરત ધારા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details