જામનગરના શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી - jamnagar
જામનગરઃ કોરોના મહામારી દરમિયાન દેશમાં લાદવામાં આવેલ lockdown 3.0 દરમિયાન ફસાયેલા યુપી અને બિહારના શ્રમિકો માટે જામનગર ખાતે સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ શ્રમિકોનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાદમાં સોશિયલ ડિસ્ટન્સ ધ્યાનમાં રાખી શ્રમિકોને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા છે. શ્રમિકોને ઉત્તર પ્રદેશના ગાજીપર મોકલવામાં આવ્યા હતા. અહીંથી તમામ શ્રમિકો પોત પોતાના વતન જઈ શકશે.