સુરત શહેર અને જિલ્લાના 44.05 લાખ મતદારો માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર
સુરતઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજથી સુરત શહેર અને જિલ્લાના 44.05 લાખ મતદારો માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. તેમજ નવા મતદારોની નામ નોંધણી પણ કરાશે. સાથે જ મતદારોએ કચેરી સુધી ધક્કા નહીં ખાવા હોય તો જે તે મતદાનમથક પર પણ ખાસ ઝૂંબેશ રાખવામાં આવી છે. સુરત જિલ્લા નાયબ કલેકટર હિતેશ કોયાના જણાવ્યા મુજબ 1-1-2021 સુધીમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનો મતદાર યાદીમાં નવું નામ નોંધાવી શકશે. સાથે જ મતદારયાદીમાં નામ રદ કરવા, કોઇ નામ સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયમ નમૂનામાં ફોર્મ ભરીને રજૂ કરવાનું રહેશે. આ કામગીરી આગામી 15 મી ડિસેમ્બર સુધી ચાલશે.