મોડાસામાં યોજાઈ બાળ નવરાત્રી, બાળકો માટે ખાસ અલગ બાળ નવરાત્રીનું આયોજન - modasa
અરવલ્લીઃ યુવાનોમાં તો નવરાત્રીનો ક્રેઝ છે જ, પરંતુ બાળકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળે છે. જો કે મોટેરા ગરબે રમતા હોય ત્યાં ટાબરીયાઓને થોડી અવગડ પડતી હોય છે. આથી મોડાસામાં બાળ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં નાના ભુલકાઓ મન મુકીને ગરબા રમી શકે છે. બાળ નવરાત્રી જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોડાસાના ઓધારી તળાવ નજીક ડિવાઈન ડ્રીમ વુમન ચેરીટેબલ ટ્રસ્ટ લાયન શક્તિ મોડાસા દ્વારા આયોજિત બાળ નવરાત્રીમાં મોટી સંખ્યામાં બાળકો ગરબે ઝૂમ્યા હતા. આ માટે ટ્રસ્ટની મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી ખાસ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું છે.