આઈસોલેશન વોર્ડ બહાર ફરજ બજાવતાં પોલીસ જવાનો માટે ખાસ મલ્ટી પ્રોટેકટેડ કીટ તૈયાર કરાઇ - corona latest news
વડોદરાઃ શહેર પોલીસ વિભાગ દ્વારા સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડ નજીક ફરજ બજાવતાં પોલીસ જવાનો માટે કોરોના વાઇરસ સામે બચવા ખાસ કીટ લાવવામાં આવી છે. પોલીસ જવાનો 24 કલાક આઈસોલેશન વોર્ડની બહાર ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે, કેટલીક વખત આ પોલીસ જવાનોને કોરોના ગ્રસ્ત દર્દીના સગા અને આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતાં તબીબો સાથે જરૂરી સંપર્ક સાધવાનો હોય તે દરમિયાન કોરોનાનો ચેપ ન લાગે તે માટે ખાસ પોલીસ વિભાગ દ્વારા મલ્ટી પ્રોટેકટેડ લેમીનેટેડ કીટ તૈયાર કરવામાં આવી છે.