પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: મોરબીમાં મતદાન બાદ રાજકીય તજજ્ઞ સાથે વિશેષ ચર્ચા
મોરબી: વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 10 નવેમ્બરે મત ગણતરી યોજાશે. મોરબી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજાને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. પેટા ચૂંટણીમાં 52 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે, ત્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને પક્ષનો આંતરિક અસંતોષ અને પક્ષ પલટો જેવા મુદ્દાઓ નડશે કે નહીં, તે અંગે મોરબીના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય તજજ્ઞ પ્રવીણ વ્યાસ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.