સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે હરીપુરાવાસીઓ સાથે ખાસ વાતચીત - Subhash Chandra Bose
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીપુરા ગામને પોતાના ટ્વીટના માધ્યમથી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. આઝાદ ભારતની કલ્પના કરનારા સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝ અને હરીપુરા ગામનું વિશેષ જોડાણ છે. 1938માં સુભાષચંદ્ર બોઝ હરીપુરા ગામમાં આવ્યા હતા. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં તેમને પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. એ ઐતિહાસિક દિવસને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ ગામમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં આવ્યા હતા.