કોંગ્રેસની જીત પછી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા સાથે ખાસ વાતચીત
અમદાવાદઃ રાજ્યની 6 વિધાનસભાની બેઠકો માટે ૨૧ ઓક્ટોબર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ગુજરાતની છ વિધાનસભાની બેઠકોમાંથી ત્રણ પર ભાજપ અને ત્રણ પર કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપે અમદાવાદની અમરાઈવાડી ખેરાલુ અને લુણાવાડા બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે રાધનપુર બાયડ અને થરાદ બેઠક પર વિજય મેળવ્યો છે. રાધનપુર બેઠક પર ઠાકોર અને ગબ્બર સિંહ ઝાલા રાજીનામુ આપતા ચૂંટણી યોજાઇ હતી. તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતાં. જોકે તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. થરાદ બેઠક પર પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી કરી હતી. જોકે આ બેઠક પર કોંગ્રેસના ગુલાબ સિંહ રાજપુતનો વિજય થયો છે.