પાવાગઢ ખાતે દર્શન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ
પંચમહાલ : નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે વિશાળ LED સ્ક્રીન લાઇવ દર્શન માટે મૂકવામાં આવી છે. ચાલુ વર્ષે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. પાવાગઢ ખાતે ઉમટેલા દર્શનાર્થીઓમાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિશાળ પંડાલ બાંધીને રેલિંગો પણ ઊભી કરવામાં આવી છે, વહીવટી તંત્ર દ્વારા નવરાત્રીને લઇને પાવગઢથી માંચી સુધી 20 જેટલી વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે. હાલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.