પોરબંદરના બરડા પંથકનો સોરઠી ડેમ ઓવરફ્લો, એક વર્ષ સુધી પાંચ ગામને મળશે પાણીનો લાભ - Sorathi Dam overflow
પોરબંદરઃ જિલ્લાના બરડા પંથકનો સોરઠી ડેમ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો છે. જિલ્લામાં વરસાદે મહેર વરસાવી છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર નદીના ડેમના પાટિયા ખોલવામાં આવતા ઘેડ પંથકમાં તારાજી પણ સર્જાય છે. બરડા પંથકમાં આવેલો સોરઠી સિંચાઈ યોજના અંતર્ગત સોરઠી ડેમ તેના 298 મિલી ઘન મિટર પાણીથી ભરાઈ ગયો છે અને સપાટી પરથી 3 સેમી ઊંચાઈથી પાણીનો પ્રવાહ પડી રહ્યો છે. પોરબંદરના અડવાણા ગામ નજીક આવેલો સોરઠી ડેમનુ પાણી આસ-પાસના પાંચ ગામ માટે ઉપયોગી બની રહે છે, તો આ વર્ષે વરસાદ સારો રહેતા આગામી એક થી દોઢ વર્ષ સુધી આસપાસના ગામના ખેડૂતો અને લોકો માટે આ પાણી આશીર્વાદ સમાન બનશે.