અભિનંદનના શોર્ય અને વીરતા પર રજૂ કરેલું ગીત આજે ખરા અર્થમાં સાર્થક થયું, જુઓ Video - સુરત
સુરત: પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફરી આકાશી ઉડાણ ભરી છે. સુરતના યુવા સંગીતકારોએ અભિનંદનના શોર્ય અને વીરતા પર રજૂ કરેલું ગીત ખરા અર્થમાં સાર્થક થયું છે. જેને લઈ સુરતના યુવા સંગીતકારોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. પાકિસ્તાનની સરહદમાં જઇ લડાકુ વિમાનને વિંગ કમાન્ડર અભિનંદને માત આપી પરત મોકલ્યું હતું. જે બાદ અભિનંદનનું મિગ 21 વિમાન પાકિસ્તાનની સરહદમાં જઇ તૂટી પડ્યું હતું. જે બાદ પાકિસ્તાને અભિનંદનને પોતાના કબ્જામાં લીધા બાદ ફરી મુક્ત કરવાની ફરજ પડી હતી. વિંગ કમાન્ડર અભિનંદનના આ શોર્ય અને વીરતા પર સુરતના યુવા સંગીતકારોએ એક ગીત લોન્ચ કર્યું હતું. જે સોંગમાં કેટલીક પંક્તિઓ પરથી અભિનંદનને ઉદ્દેશીને સોંગ તૈયાર કરાયું હતું. 23મી માર્ચ 2019 ના રોજ સુરતના યુવાસંગીતકાર કૃણાલ કેવર અને તેની ટીમ દ્વારા આ સોંગને સ્વર આપવામાં આવ્યું હતું. જે ખરા અર્થમાં સાર્થક થયું છે. તેનો આનંદ સુરતના યુવા સંગીતકારોએ માન્યો છે.